આત્મનિર્ભર ભારતની અપીલ બાદ રાજ્યમાં સ્વદેશી રમકડાનું ચલણ વધ્યું
Live TV
-
અત્યાર સુધી વિદેશમાંથી અબજો રૂપિયાના રમકડાં ભારતીય બજારોમાં પ્રભુત્વ જમાવતા હતાં. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને પગલે રમકડા ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા જોવા મળી રહી છે.
સ્વદેશી રમકડાંનું ઉત્પાદન કરતાં રાજસ્થાન અને પંજાબ સાથે સાથે અનેક પરિવારો ગુજરાતમાં પણ જુદી-જુદી જગ્યાઓ પર રમકડાં વેચીને રોજગારી મેળવતા થયાં છે. વિદેશથી આવતા રમકડાંના કારણે છેલ્લાં આઠ-દસ વર્ષથી દેશી રમકડાંનો ઉદ્યોગ ઠપ થયો હતો.
જો કે, લોકજાગૃતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને પગલે લોકો વિદેશી રમકડાં ખરીદતા બંધ થયા છે. વેપારીઓ પણ , વિદેશી રમકડાં મંગાવતા બંધ થયા છે. જેના કારણે દેશમાં અને ટકાઉ અને સ્વદેશી રમકડાંનું ચલણ વધી રહ્યું છે.
