આવતીકાલે મમતા દિવસની કરાશે ઉજવણી, નાગરિકોને સહકાર આપવા મેયરની અપીલ
Live TV
-
સમગ્ર રાજ્યની સાથોસાથ જામનગર શહેરમાં પણ આવતીકાલે મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે. દર બુધવારે આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા દિવસની કામગીરી કરવામાં આવતી હોય છે.
સમગ્ર રાજ્યની સાથોસાથ જામનગર શહેરમાં પણ આવતીકાલે મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે. દર બુધવારે આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા દિવસની કામગીરી કરવામાં આવતી હોય છે. તે દિવસે બાળકોના અને સગર્ભા માતાઓના આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જામનગરમાં આ સંજોગોમાં મનપા સંચાલિત તમામ રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીકરણની કામગીરી બંધ રહેશે. મનપાના મેયર બીનાબેન કોઠારીએ આવતીકાલે તંત્રને સાથ અને સહકાર આપવા માટે જામનગરની જનતાને અપીલ કરી હતી. ગુરુવારથી રાબેતા મુજબ રસીકરણ કેન્દ્રો ફરી શરૂ થશે.
