Skip to main content
Settings Settings for Dark

નિકોલ-કઠવાડા વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા

Live TV

X
  • કામ પેટે 6500 રૂપિયાની લાંચ માગી હતી. જેમાં છ હજાર રૂપિયા સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે તેઓ ઝડપાઈ ગયા હતા.

    એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ રૂશ્વતના કેસમાં સફળ કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક લોકો લાંચ માંગવાના કેસમાં એસીબીના હાથોમાં ઝડપાયા છે. અમદાવાદમાં કઠવાડામાં આવેલ સફલ એસ્ટેટ શેડ નંબર 10 માં ભાડાના શેડમાં એલિવેટર કંટ્રોલ પેનલનો વ્યવસાય કરતા અને સફલ એસ્ટેટના ચેરમેન તરીકે હોદ્દો ધરાવતા ફરિયાદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિકોલ કઠવાડા વોર્ડના વોર્ડ ઈન્સ્પેકટર અજયભાઈ ધનજીભાઈ વાઘેલાને સફલ એસ્ટેટના ૭૮ શેડનો નોર્મલ કચરો ઉપાડવા જણાવ્યું હતું. પરંતુ તેમને આ કામ પેટે 6500 રૂપિયાની લાંચ માગી હતી. જેમાં છ હજાર રૂપિયા સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે તેઓ ઝડપાઈ ગયા હતા. અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply