મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ વડોદરાના 32 બાળકોને અપાયા હુકમ
Live TV
-
કોરોના મહામારીમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને માસિક 4 હજાર રૂપિયાની આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી બાળ સેવા યોજના રાજ્ય સરકારે જાહેર કરી હતી.
કોરોના મહામારીમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને માસિક 4 હજાર રૂપિયાની આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી બાળ સેવા યોજના રાજ્ય સરકારે જાહેર કરી હતી. વડોદરામાં આજે જિલ્લા કલેક્ટર આર. બી. બારડે આ યોજનાના 32 લાભાર્થીઓને હુકમ વિતરણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આવા બાળકોને 18 વર્ષની ઉંમર સુધી માસિક 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. લાભાર્થી બાળકો માટે આ યોજના આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
