આ યુનિવર્સીટી કોરોનાથી મૃત્યુ થયું હોય તેવા માતા-પિતાના બાળકોને આપશે મફત શિક્ષણ
Live TV
-
કોરોનાને કારણે જે બાળકોનાં માતા-પિતાના મૃત્યુ થયા છે તેવા બાળકોને ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ મફત શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે
ગુજરાતની ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લેવાંમાં આવ્યો છે. કોવીડના કારણે જે બાળકોના માતા પિતાના મૃત્યુ થયું હોય અને અનાથ થયા હોય તેવા બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો અગત્યનો નિર્ણય ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા આ મહામારીના સમયમાં શિક્ષણની સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત માતા પિતા ગુમાવનારા સંતાનોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. તેમજ જે પરિવારમાં રોજી રોટી કમાનાર પતિ, પિતા કે દીકરાનું કોવીડમાં અવસાન થયું હોય અથવા તો કોવીડમાં મૃત્યુને પરિણામે ઘરમાં કમાનાર કોઈ વ્યક્તિ નથી, તેવા પરિવારની માતા- દીકરીઓને યુનિવર્સિટીમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી પ્રવેશ સત્રથી લાગુ પડશે તેવું વધુમાં જણાવ્યું હતું.
