ગોંડલના ભારતી મિત્ર મંડળ ટીમના યુવાનોની કરી રહ્યા છે ભોજનની પૂર્તિની સેવા
Live TV
-
4 યુવાનોથી શરૂ થયેલ આ સેવાયજ્ઞમાં હવે 50 યુવાનો જોડાયા, જયારે 200 ટિફિનથી શરૂ થયેલ સર્વિસ હવે 450 દર્દીઓના ટિફિન સુધી પહોંચી
કોરોના મહામારીમાં દર્દીઓને તેમજ દર્દીઓના પરિવારજનોને પોઝિટીવ હોવાના કારણે એકલા રહેવું પડતું હોય છે, જેથી ભોજન માટે મુશ્કેલી પડતી હોય છે. ઉપરથી મીની લોકડાઉનમાં હોટલો અને રેસ્ટોરન્ટ પણ બંધ છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલગોંડલના 50 યુવાનોએ આ ભોજનની પૂર્તિના સેવાકાર્યમાં ઝંપલાવ્યું છે.
આ 50 યુવાનોએ પોતાની પોકેટ મનીમાંથી અક્ષય ભારતી મિત્ર મંડળ નામની એક ટીમ બનાવી આ વ્યવસ્થા શરૂ કરી હતી. શરૂઆતમાં 4 યુવાનોથી શરૂ થયેલ આ સેવાયજ્ઞમાં હવે 50 યુવાનો જોડાઈ ગયા છે. તો 200 ટિફિનથી શરૂ થયેલ સર્વિસ હવે 450 દર્દીઓના ટિફિન સુધી પહોંચી ગઈ છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે આ યુવાનો દ્વારા દર્દીઓનું મેનુ નક્કી કરવામાં આવે છે. આ યુવાનો કોવીડ ગાઈડલાઈનનું પાલન કરી જરૂરિયાતમંદ લોકોને ઘરે તથા હોસ્પિટલે ભોજનની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે.
