આ વર્ષે પણ નહીં યોજાય વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, તરણેતરનો મેળો યોજવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના મેળાનું અનેરું મહત્ત્વ હોય છે. ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જ્યારે આ મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે સાથે આ મેળાનું આયોજન જે તે વિસ્તારમાં આવેલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ, આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહિ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લામાં યોજાતા આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળાની મજા માણતા હોય છે. ત્યારે લોકો વધુ ભીડવાળી જગ્યાએ ભેગા ન થાય તે માટે જિલ્લામાં યોજાતા તમામ મેળાઓ આ વખતે યોજાશે નહિ.
કોરોનાની મહામારી સમયે તકેદારીના પગલાંરૂપે આ નિર્ણય માન્ય રાખવામાં આવ્યો છે.
