Skip to main content
Settings Settings for Dark

ઇનર વ્હીલ કલબ ભરૂચ અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ ઇવેન્ટનું કરાયું આયોજન

Live TV

X
  • ઇનીર વ્હીલ કલબ ભરૂચ અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. રાજ્યમાં કદાચ આ પહેલીવાર એવું હશે જે રાત્રિનાં સમયે સાયકલ ઇવેન્ટ કરવામાં આવી. જેથી રાત્રી દરમ્યાન ટ્રાફિક પણ ઓછો રહે તેમજ સાયક્લિસ્ટ અકસ્માતથી બચે. સાયકલ ઇવેન્ટમાં શહેરનાં સાયક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

     

    "PEDAL'OFEST" કાર્યક્રમ દ્વારા જન્મજાત અથવા અકસ્માતે અપંગ થયેલ આર્થિક રીતે પછાત લોકોને સી.આર.સી ફંડ એકત્ર કરી સહાય કરવામાં આવશે. ભરૂચનાં બે સાયક્લિસ્ટ દ્વારા ગત માસમાં 200 કિલોમીટરની BRM રાઈડ ફક્ત 10 કલાક 50 મિનિટમાં પૂર્ણ કરવા બદલ નિલેષ ચૌહાણ અને શ્વેતા વ્યાસનું ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકનાં હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. 

     

    આ ઈવેન્ટનો મુખ્ય હેતુ જિલ્લામાં આવેલી કંપનીઓનાં સીઆરસી ફંડને એકત્રિત કરી અને પગથી અપંગ લોકોને કૃત્રિમ પગ વિના મૂલ્યે મળી રહે તેવા પ્રયાસના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ, જાડેશ્વર સાઈ મંદિરથી પરત કસક સર્કલ, પાંચબત્તી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાયક્લિસ્ટ યાત્રાનું સમાપન થયું હતું.

     

    આ પ્રસંગે રાજ્યનાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ એએસપી વિકાસ સુંડા, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ રીઝવાના શેખ, ઇવેન્ટ ચેરમેન પૂનમ શેઠ સહિતનાં મહાનુભાવોએ ફ્લેગઓફ આપી સાયકલ ઈવેન્ટનો પ્રારંભ કરાવી પોતે પણ સાયકલિંગ કરી બીજા સાયક્લિસ્ટને પ્રોત્સાહિત કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply