Skip to main content
Settings Settings for Dark

લુણાવાડા જનરલ હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી 5.6 કિલોની ગાંઠ કાઢી બક્ષ્યું નવજીવન

Live TV

X
  • સ્વાસ્થ્યય અને કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાાણ વિભાગ સતત રાત-દિવસ પ્રયત્નસશીલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના નાગરિકોને પૂરતી સારવાર અને સહાય પહોંચાડવાની સાથે અનેક નાગરિકોના જીવ બચાવવામાં સરકારી હોસ્પિટલની સેવા-સુવિધાઓ અને તબીબોની જહેમત આજે આશીર્વાદરૂપ બની રહી છે.
    આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના 65 વર્ષિય વૃધ્ધ મહિલા દર્દી બેનીબેન કાનજીભાઇ ભાભોરને પેટમાં દુ:ખાવો થતો હોવાથી, તેઓ લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર પાસે બતાવવા માટે હતા. જ્યા પ્રાથમિક તપાસ દરમિયાન તેમના પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. દર્દી બેનીબેન ભાભોરના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં તેમની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી. દર્દી બેનીબેનને આ બાબતે સમજ આપવામાં આવતાં તેઓ સર્જરી માટે તૈયાર થયા હતા. લુણાવાડા જનરલ હોસ્પિરટલમાં આ સર્જરી પડકારરૂપ હોવા છતાં જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. આરતીબા જાડેજા, શ્વેતા પટેલ, અમીત ટેઇલર તેમજ એનેસ્થેજસિયા ડૉ. ભાવિન, ડૉ. ચિરાગ ડામોર અને સ્ટારફ નર્સ શર્મિલાબેન, કલ્પેનાબેન અને વિનુબેન સહિતથી ટીમ દ્વારા આ પડકારજનક ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક સર્જરી કરી મહિલા દર્દીના પેટમાંથી 5.6 કિલોની ગાંઠ બહાર કાઢીને 65 વર્ષિય વૃધ્ધાને નવજીવન બક્ષ્યું હતું.
    મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ તબીબો દ્વારા આપવામાં આવી રહેલ નિષ્ઠારપૂર્વકની સેવાઓ અને અનેક પડકારજનક તબીબી સર્જરીઓ દ્વારા આજે બિમાર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ અને દેવદૂત સમાન બની રહી છે. 
    સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના 65 વર્ષિય મહિલા બેનીબેન કાનજીભાઇ ભાભોરની સફળતાપૂર્વક સર્જરી પૂર્ણ કરવા બદલ અને સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી રહેલ સેવા-સુવિધાઓ તેમજ ડૉકટરોની ટીમની જહેમતને વૃધ્ધ  મહિલા દર્દીના પુત્ર રમણભાઇ ભાભોરે બિરદાવી પોતાની માતાને નવજીવન આપવા બદલ સરકારી સેવાઓ-સુવિધાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply