Skip to main content
Settings Settings for Dark

રાજકોટ મહાનગરપાલિકાએ આવતીકાલે 26 મી ડિસેમ્બરના રોજ કર્યું સાયકલોથોનનું આયોજન

Live TV

X
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે 26 મી ડિસેમ્બરના રોજ "ફિટ ઇન્ડિયા - ફિટ ગુજરાત સાઈકલોથોન" નું આયોજન કરવામાં આવ્યું છે. "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સવારે 7.30 કલાકે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીથી બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
    રૂટ-1 માં શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-યાજ્ઞિક રોડ -એસ.ટી.બસ સ્ટેન્ડ- નાગરિક બેંક ચોક, ઢેબરભાઈ રોડ-ભક્તિનગર સ્ટેશન પ્લોટ-એસ્ટ્રોન ચોક-અમિન માર્ગ-નાના મવા સર્કલ- મોકાજી સર્કલ-ક્રિસ્ટલ મોલ-એસ.એન.કે. સ્કૂલ-સાધુ વાસવાણી રોડ-રૈયા રોડ-ત્યાંથી શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રૂટ-1 પૂર્ણ થશે.
    જ્યારે રૂટ-2 માં શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-બહુમાળી ભવન-પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ-એન.સી.સી. સર્કલ-બાલ ભવન ગેઈટ, રેસકોર્સ, અને ત્યાંથી  શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે રૂટ-2 પૂર્ણ થશે. જેમાં ભાગ લેવા લોકોએ 22 થી 25 ડિસેમ્બર સુધી www.rmc.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવેલું છે, જેનો આજે છેલ્લો દિવસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply