ઈટલીના દંપતીએ ભારતીય દિવ્યાંગ બાળકીને લીધી દત્તક
Live TV
-
વડોદરાની દત્તક સંસ્થામાંથી એક વિદેશી દંપતીએ દિવ્યાંગ બાળકીને દત્તક લઈને દિકરીઓના મહત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
જિલ્લા ક્લેક્ટર તેમજ સંસ્થાના સભ્યોની હાજરીમાં મનોદિવ્યાંગ બાળકીને આ ઈટલીના દંપત્તીને સોંપવામાં આવી હતી.
નવા માતા-પિતા પામેલી આ બાળકી હવે ભારત દેશ છોડીને નવા દેશમાં ઉછરશે. ઉપરાંત આ દંપતીએ દિકરી બચાવોના કોન્સેપ્ટને પણ લોકો વચ્ચે મૂકી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
