ધ્રુમઠ ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન, સમાજપયોગી સંદેશ લોકોને અપાયા
Live TV
-
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમાં સાધુ સંતો દ્વારા, ગ્રામ્ય વિસ્તારના યુવા વર્ગને વ્યસન મુક્તિ , સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણની જાળવણી માટેનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. તેઓને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા સહભાગી બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
સાથે કથા સાંભળવા આવનાર લોકોને આ બાબતે પોતે આગળ આવે તે માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના કાર્યમાં સહભાગી બનવા માટે પ્રેરણા આપવા માં આવી હતી. આ કથામાં બહેનોને વધુ વૃક્ષો નું વાવેતર કરવું, કાપડની થેલીનો ઉપયોગ કરવો, પાણી બચાવવું વિગેરે કામગીરી કરવા માટે, પ્રેરણા આપવામાં આવી હતી.
