હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના મેદાનમાં ઉત્તર ગુજરાત ઝોનનો યુવા ખેલ મહોત્સવ યોજાયો
Live TV
-
200 રમતવીરોએ લીધો ભાગ
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘના ઉપક્રમે પાટણ ખાતે ઉત્તર ગુજરાત ઝોનનો યુવા ખેલ મહોત્સવ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે યોજાઈ ગયો. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 200 રમતવીરોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં કબડ્ડી, ચેસ, એથલેટિક્સ, વોલીબોલ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, લોન ટેનિસ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા યુવક -યુવતીઓ હિંમતનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં ભાગ લેશે.
