બોટાદમાં કોળી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો
Live TV
-
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા રહ્યા ઉપસ્થિત
બોટાદ જિલ્લામાં ગઢડાના ટાટમ ગામે બોટાદ જિલ્લા કોળી સમાજનો સ્નેહ મિલન સમારોહ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટીય અધ્યક્ષ અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં બોટાદ, બરવાળા, રાણપુર અને ગઢડા કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલનનો હેતુ સમાજ સંગઠિત બને અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેમજ સમાજના મતભેદો દૂર કરીને સમયની સાથે ચાલે તે માટેનો હતો.
