ઉત્તરપ્રદેશના ગોરખપુરના અમર પ્રજાપતિ બન્યા સૌથી નાના ઉદ્યમી, નાની ઉંમરે મેળવી મોટી સિદ્વિ
Live TV
-
કહેવાય છે કે જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક " મુકદ્દર " બની જાય છે. આ જ ઉક્તિને પોતાની તનતોડ મહેનત દ્વારા અમર પ્રજાપતિએ સાર્થક બનાવી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરના અમર પ્રજાપતિ પોતાની અસહ્ય મહેનત અને વિશાળ બુદ્વિમતા દ્વારા સૌથી નાના ઉદ્યમી બન્યા છે. 15 વર્ષની નાની ઉંમરે એલઇડી ઉદ્યોગસાહસિક બનીને અન્ય લોકોને પણ રોજગારી આપી રહ્યા છે. તેમનું આજ સુધીનું ટર્નઓવર 20 લાખથી વધુ છે. પરંતુ તેની વ્યવસાય કરવાની ધગશે તેને આજે લખપતિ બનાવ્યો છે. જેના કારણે અમર પ્રજાપતિ ગોરખપુરનો નાની ઉંમરનો ઉદ્યમી તરીકે પ્રખ્યાત થઇ ગયો છે. અમર પ્રજાપતિ પોતે ઘર બેઠા એલઈડી લાઈટ્સ બનાવે છે અને પોતાની કંપની ચલાવે છે. પોતાના પિતા પાસેથી રૂપિયા 2 લાખ લઇને પોતાનો વ્યવસાય શરૂ કરનાર અમર પ્રજાપતિની કંપની આજે 20 લાખ રૂપિયાથી પણ વધારે ટર્નઓવર કરી રહી છે.
અમર પ્રજાપતિ હાલ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. ભણતરની સાથે કંઈક નવું કરવાની ઇચ્છા અમરને પહેલેથી જ હતી. જ્યારે લોકડાઉનના સમયમાં અમરને આ એલઈડીનો વ્યવસાય શરૂ કરવાનું સુઝ્યું. જેના લીધે અમરને યોગ્ય પ્રશિક્ષણની જરૂર હતી ત્યારે તેણે નજીકના ઉદ્યમીતા સંસ્થામાં પ્રશિક્ષણ લઈને પારિવારિક સહયોગથી એલઈડી બનાવવાનો પ્રારંભ કર્યો.એલઈડી બનાવ્યા બાદ તેના વેચાણ માટે ગ્રાહકોનો સંપર્ક કર્યો અને સમય જતા ગ્રાહકોની સંખ્યા વધતી ગઇ. ખાસ કરીને લાઈટ્સની બનાવટ, ગુણવત્તા અને માર્કેટીંગ પર ધ્યાન આપીને ગ્રાહકોને અપાતી લાઈટ્સની વોરંટી પણ આપવામાં આવી જેથી ગ્રાહકોની વિશ્વસનીયતા વધી અને અમરનો વ્યવસાય પણ. ન માત્ર પોતે જ આગળ વધ્યો પરંતુ કમીશન બેઝ્ડ પર સ્ટાફ રાખીને બીજા લોકોને રોજગાર પણ આપતો થયો.
એક તરફ જ્યાં યુવાનો પોતાની જીવનની પરિસ્થિતિથી ગભરાઈને અયોગ્ય પગલાં લેતા હોય છે ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે પોતાનો વ્યવસાય શરૂ કરનાર અમર પ્રજાપતિ નાની ઉંમરમાં જ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીને યુવાઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે.
