ઋષિ પરાશર ‘કૃષિના પ્રથમ પુરુષ'ની ભવ્ય પ્રતિમાનું અનાવરણ
Live TV
-
દેશની પ્રથમ કૃષિ વિશ્વવિદ્યાલય ગોવિંદ વલ્લભ પંત કૃષિ અને તકનીકી યુનિવર્સિટી પંતનગરનાં કૃષિ મહાવિદ્યાલયનાં આંગણે ઋષિ પરાશરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર દ્વારા 9 જૂન 2021 નાં રોજ કરવામાં આવ્યું હતું. વિશ્વનું પ્રથમ કૃષિ પાઠય પુસ્તક "કૃષિ પરાશર" લગભગ 400 વર્ષ પૂર્વે ઋષિ પરાશરે સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. આ પાઠયપુસ્તકનું અંગ્રેજી ભાષાંતર વર્ષ 1998 માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એશિયન એગ્રિ-હિસ્ટ્રી ફાઉન્ડેશનના સંસ્થાપક અઘ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડૉ. નેને ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.
ઋષિ પરાશર કૃષિ તેમજ ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, હવામાનશાસ્ત્ર અને પશુ વ્યવસ્થાપનનાં પણ નિષ્ણાંત હતા. સંસ્કૃતના 243 શ્લોકોમાં લખાયેલ ઉક્ત પુસ્તકમાં કૃષિ સંચાલન, પશુ વ્યવસ્થાપન, વરસાદની આગાહી, બિયારણ અને તેમના સંગ્રહ, નીંદણ નિયંત્રણ, સિંચાઈ વ્યવસ્થાપન વગેરે જેવા વિષયો પર વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કૃષિના આ મહત્વપૂર્ણ પુસ્તકમાં કૃષિ વિશેની માહિતી આજે પણ સુસંગત છે અને તેનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પ્રતિમા અનાવરણ સમારોહમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.તેજ પ્રતાપ, કૃષિ ડીન ડૉ.શિવન્દ્ર કશ્યપ, યુનિવર્સિટીના શિક્ષકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઋષિ પરાશરની પ્રતિમાનું અનાવરણ એવા ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું છે કે ભારતના ઋષિમુનિઓ દ્વારા વર્ણવાયેલ સમૃદ્ધ કૃષિ વિજ્ઞાનનો વારસો આધુનિક કૃષિ સાથે એકીકૃત થાય જે યુવા કૃષિ વૈજ્ઞાનિકોની આવનારી પેઢીને સંશોધનલક્ષી બનાવશે.
