Skip to main content
Settings Settings for Dark

મકબુલભાઈ પાસે છે 50 થી વધુ દેશોની દુર્લભ ચલણી નોટો

Live TV

X
  • દુનિયામાં અલગ અલગ પ્રકારનો શોખ ધરાવતાં લોકો જોવા મળતાં હોય છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રહેતાં અને તલાટી તરીકે ફરજ બજાવતા મકબુલભાઈ બાબી છેલ્લાં 20 વર્ષોથી જુદા જુદા દેશોની ચલણી નોટો તેમજ સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. મકબુલભાઈ પાસે દુર્લભ ચલણી નોટોનો મસમોટો ખજાનો છે, તેમની પાસે કાણી પાઈથી લઈ લગભગ દરેક દેશના સિક્કાઓનું કલેક્શન છે. મકબુલભાઈ પાસે સિક્કા અને ચલણી નોટોનું એટલું દુર્લભ કલેક્શન છે કે બજારમાં આજે આ કલેક્શનના તેમને 52 લાખ રૂપિયા સુધીની રકમ મળે તેમ છે, છતાં તેઓ આ કલેક્શનને વેચવા નથી ઇચ્છતા. તેઓને બાળપણમાં તેમનાં દાદાએ આપેલી 5 રૂપિયાની પાકિસ્તાની ચલણી નોટથી શરૂ થયેલું આ કલેક્શન આજે 50 દેશોની ચલણી નોટોના સંગ્રહ સુધી પહોંચી ગયું છે. મકબુલભાઈનું માનવું છે કે આ સંગ્રહ કરવો એ એક શોખ છે અને કોઈપણ સંગ્રહ કરેલી વસ્તુ નકામી જતી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply