Skip to main content
Settings Settings for Dark

એક જ ફ્રેમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 51 જેટલા પોર્ટ્રેટ બનાવીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરતો જૂનાગઢનો રોહન

Live TV

X
  • જૂનાગઢના માણવદરમાં રહેતો 17 વર્ષનો રોહન ઠાકર 82 ટકા સાંભળી શકતો નથી. પરંતુ કુદરતે રોહનને કળાની ભેટ આપી છે. તેને બાળપણથી જ ચિત્રો બનાવવાનો શોખ છે.તેણે એવા ચિત્રો તૈયાર કર્યા છે જેને અનેક એવોર્ડ મળ્યા છે.આ બાળ ચિત્રકારે હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.લોકડાઉન દરમિયાન એક જ ફ્રેમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 51 જેટલા પોર્ટ્રેટ બનાવીને તેણે આ નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે.આ બાળ ચિત્રકારે વિશ્વનું આ સૌ પ્રથમ ચિત્ર તૈયાર કર્યું છે જેના કારણે હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ગુજરાત ચીફ દ્વારા સુવર્ણ ચંદ્રક અને સર્ટિફિકેટ આપી રોહનને સન્માનિત કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply