ધોરાજી પંથકમાં ભારે વરસાદને કારણે મગફળીના ઉભા પાકમાં લાગ્યો રોગ
Live TV
-
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે ખેતી પાકોમાં વિવિધ પ્રકારના રોગ આવી ગયા છે. જેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે. ભારે વરસાદ બાદ મગફળીના ઉભા પાકમાં, ગેરુ, કાળિયો, સુકારો અને ફૂગજન્ય રોગ આવી ગયો છે.
સાથે જ મગફળીને ચુસ્યા નામની જીવાત લાગવાથી મગફળીના પાકનો વિકાસ નથી થઈ રહ્યો. કપાસમાં ગુલાબી ઈયળ આવી ગઈ છે અને સુકારા નામનો રોગ આવી ગયો છે. જેના કારણે કપાસના જીંડવા સુકાઈ જાય છે અને ફાલ બાંધતો નથી. તો જુવારનો ઊભો પાક પણ જમીનમાં ભેજ હોવાને કારણે બળી ગયો છે.
કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને સલાહ મુજબ, તેમજ જરૂરિયાત પ્રમાણે દવા છાંટવા અને સમયસર ખાતર આપવા માટે જણાવ્યું છે. તો ખેડૂતોને કોઈ નુકસાન ન થાય , તે માટે રાજ્યના કૃષિમંત્રીની સૂચનાથી કૃષિ વિભાગના નિષ્ણાંતો દ્વારા ધરતી પુત્રોને પાક બચાવવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે.
