એરક્રાફ્ટથી ભૂજથી જુહૂ સુધીનું અંતર હવાઇપટ્ટી પર પાર કરીને આરોહી પંડિતે રચ્યો ઇતિહાસ
Live TV
-
મહિલા પાયલોટ આરોહી પંડિતે GPS લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર માત્ર રોડ મેપના માધ્યમથી આજે ભુજથી અમદાવાદ થઈને જુહુ સુધી ફ્લાઈટ ઉડાવી હતી. Indian Women Pilot Association અને ટાટા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું. 926 કિલોમીટરનું અંતર તેઓએ 5 કલાકમાં પૂર્ણ કર્યું હતું. મહિલા પાયલટ આરોહીએ જણાવ્યું કે, મને આ તક મળી એના માટે હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું, મારો ડ્રિમ પ્રોજેકટ આજે સાકાર થયો છે. આ તકે 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેનાના બોમ્બમારા વચ્ચે ભુજ એરપોર્ટ પર 72 કલાકમાં રન-વે બનાવનારા માધાપરની વિરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છની ધરતી પર 89 વર્ષ પૂર્વની ઘટનાનું પુનરાવર્તન સાથે ઇતિહાસ રચાયો છે.
