એલોપેથીમાંથી આયુર્વેદ તરફ વાળવા મહેસાણા જીલ્લાના ડોકટરે કરી અનોખી પહેલ
Live TV
-
દર્દીઓના જૂના રોગના ઈલાજ માટે એલોપેથીમાંથી આયુર્વેદ તરફ વાળવા મહેસાણા જીલ્લાના એક ડોકટરે અનોખી પહેલ કરી છે. મહેસાણા જિલ્લાના ઉપેરા ગામના વતની ડોક્ટર ભગવાન ભાઈ મોદી, પોતાની પત્નીની યાદમાં 'પુષ્પાબેન બેન મોદી મેમોરિયલ ટ્રસ્ટ' અને 'મણીબેન દેવચંદ દાસ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા દર મહિને વડનગર તાલુકાના ઉપેરા ગામે જુદા-જુદા નિષ્ણાંત ડોકટરને બોલાવી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. અહીં દર્દીની તપાસ, સારવાર, તથા દવા નિઃશુલ્ક આપવામાં આવે છે. તેઓ પોતાના જ ફાર્મમાં ઉછેરવામાં આવેલા 120 કરતા વધુ ઔષધીનો ઉપયોગ કરે છે. અહીં આવતા દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ખુશ થઈને પરત ફર્યા છે. ડોક્ટર ભગવાન ભાઈ મોદીએ જણાવ્યું હતું કે દર મહિને બે વાર યોજવામાં આવતા આ કેમ્પમાં નિયમિત 100 કરતા વધુ દર્દી આવે છે .ખાસ કરીને ડાયાબીટીસ, બીપી, હૃદયરોગ, વા ,સાંધાના દુખાવાના દર્દીઓ નિયમિત આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારો ખાસ આશય લોકોને આયુર્વેદ તરફ વાળવાનો છે. જો કે, લોકો હવે ધીરે ધીરે આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને આયુર્વેદ અપનાવી રહ્યા છે.
