Skip to main content
Settings Settings for Dark

17 જૂલાઇથી સોમનાથ મંદિર દર્શન માટે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

Live TV

X
  • મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહી. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસઆરપીની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.

    સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારની ગાઈડ લાઈન ધ્યાનમાં રાખી, ચુસ્ત અમલવારી સાથે 17 જૂલાઇથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટે કર્યો છે. સાથે જ સોમનાથ મંદિર, અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. 17 જૂલાઇથી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યાનો રહેશે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહી. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસઆરપીની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઈ પણ યાત્રીક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહી. દર્શનાર્થે આવતા યાત્રીકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે તેમજ હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે.  દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. સાથે જ  કોવીડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે, ફરજ પરના પોલીસ, એસઆરપી, સીકયોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply