એવા ગરબા કે જ્યાં પુરુષને ગરબા જોવાની પણ પરવાનગી નથી
Live TV
-
ગુજરાતની નવરાત્રીએ અર્વાચીન ગરબાની સાથે સાથે પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. આવી જ એક અનોખી પરંપરા જોઈએ તો દ્વારકામાં માઁ વિરબાઇમાં નવરાત્રી મહોત્સવનું આયોજન રઘુવંશી મહિલાઓ દ્વારા છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. આ ગરબામાં રોજ નવા ટ્રેડિશનલ ગરબા, આરતી, વેશભુષા, દાંડિયા જેવી સ્પર્ધાઓ યોજી તેમાં સ્પર્ધકોને રોજ ઇનામ વિતરણ કરવામાં આવે છે. આ ગરબાની ખાસિયત એ છે કે આ ગરબાને જોવા આવવા માટે પણ પુરુષને પરવાનગી આપવામાં આવતી નથી. આયોજક મહિલાઓ માને છે કે મહિલાઓને પ્લેટ ફોર્મ આપવામાં આવતા મહિલાઓમાં નેતૃત્વના ગુણ ખીલે છે.
નવરાત્રીનાં ત્રીજા દિવસે જૂનાગઢની અંધ કન્યા છાત્રાલયની કન્યાઓએ દ્વારકાની રઘુવંશી મહિલાઓ યુવતીઓ સાથે ગરબી રમી હતી અને મંદિર પોલીસ અધિકારીએ મહિલાઓને 108 અભ્યાન હેલ્પ લાઈન માટે જાગૃતિ દર્શાવતું પ્રવચન પણ આપ્યું હતું.
