ગણેશ ચતુર્થી-2022
Live TV
-
આજે ગણેશ ચતુર્થી છે. આજથી ગણેશ ઉત્સવ શ્રધ્ધા અને આસ્થા સાથે શરૂ થયો છે. આ ઉત્સવ બુધ્ધી, વિવેક, સમૃધ્ધી અને સૌભાગ્યના પ્રતિક ભગવાન ગણેશના જન્મના ઉપલક્ષમાં ઉજવવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલનાર ઉત્સવ દરમિયાન, ઘરો અને પૂજા સ્થળોએ ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ ઉત્સવ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગણેશ ચતુર્થી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગણેશ ઉત્સવ વિવેક, સમૃધ્ધી, સૌભાગ્યના પ્રતિક, વિધ્નહર્તા મંગલમૂર્તિ ભગવાન ગણેશનો જન્મોત્સવ છે. આ અવસરે રાષ્ટ્રપતિેએ સૌહાર્દ બનાવી રાખવા માટે અનુરોધ કર્યો છે. ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે,, ગણેશ ચતુર્થી પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
