Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનાં સ્થાનિક સિસોટી બતક વિષે થોડી રસપ્રદ વાત

Live TV

X
  • નાની સિસોટી બતક (વૈજ્ઞાનિક નામ: Dendrocygna javanica), એ આપણા સ્થાનિક ચાર બતકો માની એક છે. એ ઊડતી વખતે સિસોટી જેવો અવાજ કરે છે જેના પર થી એનું નામ સિસોટી બતક પડ્યું છે.

    કાળી આંખો, કાળી ચાંચ, ને રંગ બદામી રાતો,

    નવલી નાર જેવી લાગુ, બેની કરતી વાતો,

    તીણી મારી સિસોટી માં હરખ મારો વર્તાતો,

    ઉડતા ઉડતા જાણે કે હું પ્રેમ ના ગીતો ગાતો.

    કદમાં ગિરિજાથી મોટી અને તિલકિયાળી બતક અને નકટા કરતા નાની, બદામી અને રાતા રંગની આ બતક દેખાવમાં મનમોહક છે. કાળી આંખો, કાળી ચાંચ ને કાળા પગ જોડે બદામી રંગનું માથું, રાતું શરીર એના રૂપને ઓર જ નિખાર આપતા હોય એવું લાગે.

    નાની સિસોટી બતક નિશાચર જીવ છે જે દિવસ દરમિયાન તળાવો અને પાણી ભરેલા ડાંગરના ખેતરોની આસપાસ ટોળામાં જોવા મળી શકે છે. બારેમાસ દેખાય છે. સ્થાનિક રહેવાસી હોવાથી અહીં જ પ્રજનન કરે. ચોમાસુ એની પ્રજનન ઋતુ. જુના ઝાડની બખોલ માં માળો કરે. માળામાં ક્યારેક ઝાડની સૂકી ડાળખી, પાંદડા ને ઘાસ પાથરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply