ધારીખેડાના નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા 8 લાખ ટનથી વધુના લક્ષ્યાંક સાથે શેરડી પીલાણનો પ્રારંભ
Live TV
-
નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો આજે પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે વિક્રમજનક 8 લાખ ટન કરતા પણ વધુ શેરડી પીલાણના લક્ષ્યાંક સાથે આ પ્રારંભ કરાયો છે. ગત વર્ષે 10.77 લાખ ટન શેરડીનું પીલાણ થયું હતું.
આ વર્ષે પણ 8 લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ થવા જઈ રહ્યું છે. જેમાંથી દસ લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થશે. આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે દેશમાં ઇથેનોલ બનાવવામાં આવે જેથી દેશ આત્મનિર્ભર બને.
