કચ્છઃ ઘોરાડ પક્ષીનું જતન માટે પવનચક્કીનાં વાયર અંડરગ્રાઉન્ડ નાંખવાના પ્રોજેક્ટની અબડાસાથી થઈ શરૂઆત
Live TV
-
કચ્છમાં પવનચક્કીનાં વાયર અંડરગ્રાઉન્ડ નાંખવાના પ્રોજેક્ટની અબડાસાથી શરૂઆત કરવામાં આવી છે. લુપ્ત થઇ રહેલા ઘોરાડ પક્ષીનું જતન કરવા માટે આ પગલું સર્વોચ્ચ અદાલતના આદેશ હેઠળ ભરવામાં આવ્યું છે. પાવરના વાયર ભૂમિગત કરવાનો ખર્ચ આશરે બે હજાર કરોડ જેટલો થવા જાય છે. પવનચક્કી અને સરકારી વીજલાઈન સાથે અથડાવાથી ઘોરાડના મૃત્યુના કિસ્સા નોંધાયા બાદ સુપ્રિમ કોર્ટ સુધી આ મુદ્દો કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા લઇ જવાયો હતો.
