કચ્છ પક્ષીઓના અભ્યારણ્યને ખલેલ પહોંચાડવા મામલે 5 સામે ગુનો દાખલ કર્યો
Live TV
-
કચ્છના એક પક્ષી વિદે દાવો કર્યો હતો, કે કચ્છના રણમાં બનતા નવા માર્ગ ઘડુલી-સાંતલપુરના નિર્માણ દરમિયાન "ધોમડો પક્ષીના " નેસ્ટ કોલોનીમાં 5 હજાર પક્ષીઓ પર બુલડોઝર ફેરવી દેવાયું છે.. પક્ષી વિદના આ દાવાને ધ્યાનમાં રાખી વન વિભાગે ઘટનાસ્થળે તપાસ કરી તો ત્યાં 12 ગુલાબી ધોમડા પક્ષી મૃત હાલતમાં મળ્યા હતા... આ સાથેજ 3 ઈંડાને પણ નુકસાન પહોંચ્યું હતું.. જોકે અહીં નવો માર્ગ બનવાથી પક્ષીઓનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું હતું... સ્થળ બદલી જતા કેટલાક પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.. તો બીજી તરફ અહીં રહેલા 500 ઈંડા હજી સુરક્ષિત છે... પક્ષી વિદનું કહેવું છે કે, માર્ગ નિર્માણ દરમિયાન પક્ષીઓના અભયારણ્યને ખલેલ પહોંચાડવી એ ગુનો છે..... એટલે વન વિભાગે મામલાને ગંભીરતાથી લઈ 5 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.... પૂર્વ કચ્છ વિભાગના DCF હર્ષ ઠક્કરે જણાવ્યું કે, આ મામલામાં કન્સ્ટ્રક્શન કંપનીના સાઈટ એન્જિનિયર મેકેનિક સહિતના 5 વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
