ગુજરાત ડાકોર ટ્રસ્ટી મંડળે હોળી-ધૂળેટી દરમિયાન ડાકોર મંદિર બંધ રાખવાનો કર્યો નિર્ણય
Live TV
-
ઘણા ભક્તો પગપાળા ડાકોર પહોંચીને શિશ નમાવી રહ્યા છે...ડાકોર મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ છે...પરંતુ હોળી પર્વે તમામ પ્રકારની પૂજા વિધિ કરવામાં આવી હતી...સાથે જિલ્લા વહીવટીતંત્રે દર વર્ષની જેમ ધજાનું પૂજન કરીને મંદિર ઉપર ધજા ચઢાવી હતી
કોરોના મહામારીને કારણે ખેડા જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત ડાકોર ટ્રસ્ટી મંડળે આ વર્ષે હોળી-ધૂળેટી દરમિયાન ડાકોર મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.. તેમ છતાં ઘણા ભક્તો પગપાળા ડાકોર પહોંચીને શિશ નમાવી રહ્યા છે.. ડાકોર મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ છે.. પરંતુ હોળી પર્વે તમામ પ્રકારની પૂજા વિધિ કરવામાં આવી હતી.. સાથે જિલ્લા વહીવટીતંત્રે દર વર્ષની જેમ ધજાનું પૂજન કરીને, મંદિર ઉપર ધજા ચઢાવી હતી.. બંધ બારણે મંગળા આરતી પણ કરવામાં આવી હતી.. ખેડા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, નિવાસી કલેકટર રમેશ મેરજા, રેન્જ IG વી. ચંદ્રશેખર સહિતના અધિકારી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.. જોકે, કોરોના મહામારીને કારણે લાખો હરિભક્તો પ્રત્યક્ષ દર્શન કરી શક્યા નહોતા.. જોકે વહીવટીતંત્ર દ્વારા વેબ ઉપર લાઈવ ટેલીકાસ્ટ ગોઠવવામાં આવ્યું હતું
