કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે BSF દ્વારા ઉજવાયો શોર્ય દિવસ
Live TV
-
1965 ના રણ જંગની અજોડ ઘટનાને યાદ કરાઈ
ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬પના યુદ્ધ વખતે કચ્છની સરહદ પર 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર CRPF પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી.અને યુદ્ધ માં આપણા છ જવાન શહીદ થયા તો દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી દેવાયો. ’1965 ના રણ જંગની આ અજોડ ઘટના હતી. એક તરફ પોલીસ અને સામે પાક લશ્કર છતાં પાકિસ્તાન લશ્કર સામે CRPF ભારી પડ્યું.અને સરદાર પોસ્ટ ઉપર નવમી એપ્રિલે 1965 ના સીઆરપીએફના જાંબાઝ જવાનોએ પાકિસ્તાની આર્મીને મુહતોડ જવાબ આપ્યો હતો.જેની યાદમાં દર વર્ષે નવમી એપ્રિલે વેલોર દિવસ એટલે કે વિજય દિવસ ઉજવવામાં આવે છે.ગુરૂવારે BSF ના જવાનો એ શૌર્ય દિવસ સરદાર પોસ્ટ ખાતે ઉજવ્યો હતો.
