સેવાની સરવાણી : અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં નાગરિકોએ સ્વખર્ચે વિવિધ સોસાયટીઓ સેનેટાઈઝ કરી
Live TV
-
15થી વધુ સોસાયટી અને ઘુમા ગામતળના કેટલાક વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાની પ્રકિયા હાથ ધરી હતી
કોરોના વાઇરસ ના પ્રકોપ થી બચવા માટે બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારની ૧) મદન મોહન બંગ્લોઝ ૨) મોરલ અપાર્ટમેન્ટ ૩) કમલેશ્વર એપાર્ટમેન્ટ ૪) શ્રીવન ફ્લેટ ૫) ભગવતી કૃપા અપાર્ટમેન્ટ ૬) પ્રશાંતિ રો હાઉસ ૭) શગુન અપાર્ટમેન્ટ ૮) યશ રો હાઉસ ૯) પરિક્રમા ફ્લેટ ૧૦) સુરભી ફ્લેટ ૧૧) શુભ અપાર્ટમેન્ટ ૧૨) રાધે માધવ રો હાઉસ ૧૩) પ્રાગટ્ય રેસીડેન્સી ૧૪) પ્રકૃતિ બંગ્લોઝ સ્ટર્લિંગ સોસાયટી,વિસ્તારોમાં તેમજ ઘુમા ગામતળ મોટો ઠાકોર વાસ અને ગાગર વાસ માં આજે બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા તેમજ બોપલ-ઘુમા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ના યુવાનો ની મદદથી સ્વ ખર્ચે કેમિકલ થી સૅનેટાઇઝ કરવાની કામ ગીરી કરવામાં આવી
બોપલ ઘુમા સેવા સંઘ દ્વારા મહેશભાઈ પટેલ તથા રાકેશ પટેલની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ બોપલના યુવા કાર્યકર્તા અક્ષય લાલકીયા તથા રાહુલ નંનાણીયા તથા ધવલ નંનાણીયા તથા મનહર તથા નિતીન લાલકીયા દ્વારા ગુરૂવારે પ્રાગટ્ય રેસીડેન્સી બોપલ સમગ્ર સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી હતી..છેલ્લા ચાર દિવસથી આ સેવાભાવી લોકો અને સંઘ દ્વારા આ ભગીરથ કાર્ય કરી કોરોના વાયરસથી લોકોને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે..બોપલ-ઘુમા સેવા સંઘની કામગીરીને વિવિધ સોસાયટીના રહિશોએ બિરદાવી છે..
