કડી તાલુકાના ખેડૂતે પપૈયાની ખેતી કરી મબલખ આવક મેળવી
Live TV
-
કડી તાલુકાના માથાસુર ગામના ખેડૂતે પપૈયાની ખેતી કરી વાર્ષિક લાખો રૂપિયાની ઉપજ મેળવી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કર્યું છે. કડી તાલુકો ખેતી અને પશુપાલનમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. કડી તાલુકામાં રાયડો, એરંડા, કપાસ, ઘઉં, બાજરી, ડાંગર તથા ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.
જો કે કડી તાલુકાના માથાસુર ગામના અમરતભાઈ પટેલે 4 વીઘા જમીનમાં પપૈયાની ખેતી કરી, અંદાજિત 1400 જેટલા છોડનું વાવેતર કર્યું છે. આ 1400 છોડ થકી ઉપજતા પાકને કડી તેમજ નંદાસણનાં બજારમાં વેચીને 2 લાખથી વધુની વાર્ષિક આવક મેળવી રહ્યા છે. જે થકી અન્ય ખેડૂતો પણ પપૈયાની ખેતી તરફ પ્રેરાયા છે.
