Skip to main content
Settings Settings for Dark

જાણો કાઉન્ટર ઇમર્જન્સીના એક્સપર્ટ અને ભારતના પ્રથમ CDS બિપિન રાવતના જીવન વિશે

Live TV

X
  • દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું છે. તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં તેમના પત્ની મધુલિકા રાવત અને બ્રિગેડિયર એલ.એસ.લીદ્દર સહિત 13 જવાનો હાજર હતા, જેમાંથી માત્ર એક જ ઓફિસરનો બચાવ થયો છે. CDS જનરલ બિપિન રાવત ભારતીય સેનાના ફોર સ્ટાર જનરલ હતા. તેઓને 31 મી ડિસેમ્બર 2019 ના રોજ ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 લી જાન્યુઆરી 2020 ના રોજ તેમણે CDS તરીકેનો કાર્યભાળ સંભાળ્યો હતો.
    CDS બિપિન રાવતનો જન્મ 16 માર્ચ, 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી ખાતે ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા લક્ષ્મણસિંહ રાવત ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ જનરલ પદે હતા, અને તેમની માતા ઉત્તરાખંડના ઉત્તરકાશીના એક પૂર્વ ધારાસભ્યના દીકરી હતા. બાળપણથી ઘરમાં જ દેશ પ્રેમ અને ભારતીય સેના માટે આદરભર્યા વાતાવરણમાં ઉછરેલા બિપિન રાવતે નાનપણથી જ સેનામાં જવાનો નિર્ણય કરી લીધો હતો. જેથી તેમણે 1978 ના વર્ષમાં આર્મી જોઈન કરી હતી.
    જનરલ બિપિન રાવતે પોતાનો સ્કૂલ અભ્યાસ દેહરાદૂનની કૈમ્બ્રિયન હોલ સ્કૂલ અને સેંટ એડવર્ડ સ્કૂલ-શિમલાથી પૂરો કર્યો હતો. જે પછી તેઓ રાષ્ટ્રીય સુરક્ષા એકેડેમી- ખડકવાસલા અને ઇન્ડિયન આર્મી એકેડેમી-દેહરાદૂનમાં સામેલ થયા હતા. જ્યા તેમને 'સ્વોર્ડ ઓફ ઓનર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં જનરલ બિપિન રાવતે ડિફેન્સ સ્ટડીઝમાં M.Phil કર્યું છે, અને મદ્રાસ યુનિવર્સિટીથી મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સ્ટડીઝમાં પણ ડિપ્લોમા કરેલું છે. આ અભ્યાસ બાદ તેમણે તમિલનાડુના ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ અને અમેરિકાના કમાંડ એન્ડ જનરલ સ્ટાફ કોલેજથી હાયર કમાંડનો કોર્સ પૂરો કર્યો હતો. આ ઉપરાંત તેમણે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠ ખાતેથી મિલિટરી મીડિયા સ્ટ્રેટેજિક સ્ટડીઝ વિષય પર રિસર્ચ કરી, ડોક્ટરેટ ઓફ ફિલોસોફીની પદવી હાંસલ કરી છે.
    જનરલ બિપિન રાવતને આર્મીમાં ઉંચાઈ પર જંગ લડવા અને કાઉન્ટર ઈમરજન્સી ઓપરેશન એટલે કે, જવાબી કાર્યવાહીના એક્સપર્ટ ગણવામાં આવતા હતા. વર્ષ 2016 માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર, 2016 ના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી શિબિરો ધ્વંસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જનરલ બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી તેને અંજામ આપ્યો હતો. આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ ઈસ્ટ ખાતે લાંબો સમય વિતાવ્યો છે. જનરલ બિપિન રાવતે કાશ્મીર ઘાટીમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને બાદમાં મેજર જનરલ તરીકે ઈન્ફેન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી. સાઉથ કમાન્ડની કમાન સંભાળીને તેમણે પાકિસ્તાનને અડીને આવેલી પશ્ચિમી સરહદે મિકેનાઈઝ્ડ વોરફેરની સાથો-સાથ એરફોર્સ અને નેવી સાથે વધુ સારો તાલમેલ કર્યો હતો. આ ઉપરાંત ચાઈનીઝ બોર્ડર પર પણ બિપિન રાવતે કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી હતી. રાવત ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ ઉપરાંત ભારતીય સેનાના 27 માં સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.
    આમ CDS બિપિન રાવતે ભારતીય આર્મીમાં પહેલા સેકન્ડ લેફ્ટિનેન્ટ, ત્યારબાદ લેફ્ટિનેન્ટ, કેપ્ટન, મેજર, લેફ્ટિનેન્ટ કર્નલ, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ, લેફ્ટિનેન્ટ જનરલ, જનરલ અને ત્યારબાદ છેલ્લે 1 લી જાન્યુઆરી 2020 માં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply