કૃભકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડનું દાન
Live TV
-
રાજ્યમા વધતા કોરોના સંક્રમણ વચ્ચે કૃભકોના અધ્યક્ષ ડૉક્ટર ચંદ્રપાલ સિંહ અને કર્મચારીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ફંડમાં 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે...કોરોના સામે લડવા માટે સુરતના હજીરા અને ઉત્તર પ્રદેશના શાહજહાન પુરમાં , ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ બનાવવામાં આવશે...કૃભકો પ્લાન્ટના ઓપરેશન હેડ એમ. આર. શર્માએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ્સમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તીવ્ર અછતને ધ્યાનમાં લેતા કોરોના અસરગ્રસ્ત લોકોને મદદ માટે નાગરિકોએ હજીરા યુનિટમાં ઓક્સિજન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે..આ પ્રક્રિયા સ્થાપનાના અગ્રીમ તબક્કામાં છે...આ મેડિકલ ગ્રેડ ઓક્સિજન પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 D પ્રકારના ઓક્સિજન સિલિન્ડરની હશે...આ પ્લાન્ટને 15 દિવસમાં કાર્યરત કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજન સિલિન્ડર સરકારી હોસ્પિટલ્સ અને અન્ય જરૂરિયાતમંદ હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે આપવામાં આવશે...આગામી 21 દિવસની અંદર વિવિધ હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર આપવામા આવશે..
