મોરબીમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઉદ્યોગપતિઓ આવ્યા વ્હારે
Live TV
-
મોરબી જિલ્લામા કોરોનાના સતત કેસ વધતા દર્દીઓની ઓક્સિજનની જરુરીયાતને પહોચી વળવા મોરબીના ઉદ્યોગપતિઓ વ્હારે આવ્યા છે.. મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્વીટ સિરામિક દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ઓક્સિજન પૂરો પાડવા માટેનો , નિર્ણય લેવામાં આવ્યો છે.. હાલમાં છ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન પંજાબથી મંગાવવામાં આવ્યા છે.. ઉદ્યોગપતિ જલ્પેશભાઈ, મનસુખ વડસોલા અને તેમના ગૃપ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોની મુશ્કેલીમાં મદદરૂપ થવા આ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યા છે..જરુરિયાત મંદ લોકોને આ સેવાનો લાભ લેવા માટે તેમણે પોતાનો નંબર પણ જાહેર કર્યો છે...
