કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કોરોનાનાં વધતા કેસને જોતા ઘોરણ 1 થી 8 ની શાળાઓ કરાઈ બંધ
Live TV
-
સમગ્ર દેશમાં કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટનાં વધી રહેલા કેસોની ગંભીરતાને જોતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા આદેશ જારી કરવામાં આવ્યા છે. આજથી દીવ જિલ્લામાં આંગણવાડી તથા 1 થી 8 ઘોરણની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. દીવનાં કલેકટર સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, દીવ જીલ્લામાં પ્રાઈમરી, પ્રિ પ્રાઈમરી, મિડલ શાળાઓ તથા આંગણવાડી બીજા આદેશ સુધી બંધ રાખવામાં આવશે અને વિધાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવશે.
દીવ આરોગ્ય વિભાગ દ્વારા દીવ ચેક-પોસ્ટ પર આવનારા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ અને કોરોના વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત કર્યું છે. વેક્સિન ન લીધી હોય તો દીવ ચેકપોસ્ટ પર કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ માસ્ક નહિં પહેરનારને દંડિત કરવામાં આવી રહ્યા છે. દીવ પ્રશાસને નાગરિકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.
