વલસાડ: ખોરાક અને ઓષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂનાઓની કરાઇ ચકાસણી
Live TV
-
વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ખાદ્ય નિરીક્ષકો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નવેમ્બર અને ડિસેમ્બર-2021 એમ બે માસ દરમિયાન 92 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ચકાસણી માટે એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી 91 નમૂનાઓના લેબ ટેસ્ટિંગમાં 77 નમૂનાઓ પાસ અને ૧૪ નમૂનાઓ નાપાસ જાહેર થયા હતા. જે નમૂનાઓ નાપાસ જાહેર થયા હતા, તે વેપારીઓ સામે એફ.એસ.એ. એકટ-2006 હેઠળ કાર્યવાહી કરી 46 (4) ની નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત ડિસેમ્બર માસમાં બે વેપારીઓ સામે એફ.એસ.એ. એકટ હેઠળ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.