Skip to main content
Settings Settings for Dark

કોરોનાકાળમાં પડ્યો આર્થિક ફટકો, છતાં હિંમત ન હાર્યા રાજકોટના આ શિક્ષક

Live TV

X
  • કોરોના મહામારીના કારણે અનેક લોકોની રોજીરોટી છીનવાઇ છે અને લોકો બેરોજગાર બન્યા છે.પરંતુ આપણે ત્યાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય ત્યારે આ જ કહેવત સાચી કરી બતાવવી છે રાજકોટના એક શિક્ષક નૈમિષ પટેલે. નૈમિષ પટેલ છેલ્લા છ વર્ષથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા છે. કોરોના મહામારીના કારણે હજુ પણ શાળાઓ ખુલી નથી ત્યારે શાળા સંચાલકો દ્વારા ટીચિંગ તેમજ નોન ટીચીંગ સ્ટાફ ને નોકરીમાંથી રદબાતલ કરવાની ફરજ પડી છે જ્યારે કેટલાક કર્મચારીઓને અડધો પગાર આપવામાં આવે છે. નૈમિષ પટેલને વડાપ્રધાન દ્વારા જે આત્મનિર્ભર ભારત પેકેજનો લાભ લઈ માત્ર શૈક્ષણિક કાર્ય પર નિર્ભર ન રહી પોતાનું વ્યક્તિગત ધંધો પણ હોવો જોઈએ તેવું નક્કી કરતા આ શિક્ષક હાલ છેલ્લા દોઢ મહિનાથી રાજકોટના મોટા મોવા ગામ ખાતે આઈસક્રીમ પાર્લર ચલાવે છે તો સાથોસાથ સ્કૂલમાં પણ કામ કરે છે અને આજે તે પોતે આત્મનિર્ભર બન્યાનો અહેસાસ પણ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply