રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSIએ કોરોના મુક્ત થયાં બાદ પ્લાઝમાં ડોનેટ કરી સમાજને ચિંધ્યો રાહ
Live TV
-
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI હસમુખ ધાંધલિયાએ પ્લાઝ્મા ડોનેટ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. થોડા સમય પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ હસમુખ ધાંધલિયા કોરોનાથી સંક્રમિત થયા હતા.
સાત દિવસની સારવાર બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેઓએ પોતાનું ચેકઅપ કરાવી પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા.
આ બદલ પોલીસ કમિશનર દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું. પીએસઆઈ ધાંધલિયાએ સમગ્ર ગુજરાતની જનતા કે, જેઓ પોઝિટિવમાંથી નેગેટિવ આવેલ છે, તેઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે અપીલ કરી છે.
