દ્વારકાના મીઠાપુરના સતીષ ત્રિવેદી અને કાગડાઓ વચ્ચે અનોખી મિત્રતા
Live TV
-
હાલ શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે અને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવા લોકો કાગડાને શોધતા જોવા મળે છે. પણ દેવભૂમિ દ્વારકામાં, એક એવા વ્યક્તિ છે, જેમની સાથે બારે માસ 25થી 30 કાગડા રહે છે. કાગડો ચતુર પક્ષી છે, તે જલદી કોઈની પર વિશ્વાસ કરતો નથી..પણ દ્વારકાના મીઠાપુરમાં, એક કેમિકલ કંપનીમાં કામ કરતા ,સતીષ ત્રિવેદી સાથે કાગડાઓની અનોખી આત્મિયતા છે. અને એવી આત્મિયતા કે બન્ને એક બીજા વગર રહી શક્તા નથી. 365 દિવસ કાગડાઓ સતીષ ત્રિવેદી પાસે ભોજન લેવા આવી પહોંચે છે. કોઈ ખભા પર, તો કોઈ માથા પર બેસી જાય છે. અને આ ઘટનાક્રમ છેલ્લા 12 વર્ષથી અવિરત ચાલતો આવે છે.
