Skip to main content
Settings Settings for Dark

કોરોનાના કપરાકાળમાં બાળકોએ રમકડાને બદલે ઓક્સિજન મશીનની કરી માંગણી !

Live TV

X
  • સામાન્ય રીતે બાળકોને ભેટમાં રમકડાં, પુસ્તકો કે ગેમ્સ વ્હાલા હોય છે. પરંતુ સુરતના બે ભૂલકાઓએ કરેલી નિર્દોષ માંગણીએ સૌને ચોંકાવી દીધા છે. સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં 9 વર્ષનો મયંક સુશીલ કુંભાર અને 6 વર્ષની શ્રુતિ સુરેશ કુંભારે રમકડાં નહીં, પણ ઓક્સિજન મશીનની માંગણી મૂકી છે. સંતાનોની આ માંગ સાંભળીને માતાપિતા પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આ અંગે જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે, તો બંને બાળકોએ જણાવ્યું કે, તેમણે સમાચારમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત વિશે જોયું છે અને તેના અભાવે લોકોને જીવ ગુમાવતા જોયા છે. આ સમાચારની અસર બાળકના માનસપટ પર જોવા મળી અને તેમણે લોકોને મદદરૂપ થવા ઓક્સિજન મશીન ખરીદવાનું નક્કી કર્યુ. વીડિયોમાં આ ભૂલકાઓ કોરોનાની ત્રીજી લહેર આવે નહીં   અને આવે તો તે મદદ કરવા તૈયાર છે તેમ જણાવતા જોવા મળી રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે ભૂલકાઓની આ નિર્દોષ સેવાભાવના જોનારના ચહેરા પર આનંદની લહેર છવાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply