Skip to main content
Settings Settings for Dark

કોરોનાના સંક્રમણને અટકાવવા સિદ્ધપુર તાલુકાની બોર્ડર સીલ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો હુકમ

Live TV

X
  • તાલુકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોને ગામની સરહદો અને નગરપાલિકાને વોર્ડની સરહદો પણ સીલ કરવા હુકમ

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા ખાતે કોરોના વાયરસના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા છે. જેથી નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષાની તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને જાહેર
    રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સમગ્ર સિદ્ધપુર તાલુકાની બોર્ડર સીલ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. સાથે સાથે સિદ્ધપુર તાલુકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોને ગામની સરહદો તથા નગરપાલિકાને વોર્ડની સરહદો પણ સીલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.આ હુકમ તા.૦૭/૦૪/૨૦૨૦થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર/રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઈસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply