Skip to main content
Settings Settings for Dark

પેટલાદમાં સરકારી ગોડાઉનમાં મહિલા મેનેજર સગર્ભા હોવા છતાં ફરજ પર કાર્યકરત

Live TV

X
  • ગરીબોને અનાજનો જથ્થો દુકાનદાર સુધી સમય સર મળી રહે તે માટે ટિમ સાથે નેતૃત્વ પૂરું પાડી રહ્યા

    આણંદ જિલ્લાના પેટલાદના સરકારી ગોડાઉનમાં મહીલા મેનેજરનો ૯ માસનો ગર્ભ હોવા છતાંયે લોકડાઉનમાં સરકારી અનાજનો જથ્થો દુકાનદારો અને ત્યાંથી લાભાર્થીઓ સુધી પહોંચે તે હેતુસર ફરજ પર કાર્યરત છે. હાલમાં કોરોના ની દહેશત માં  આપણે સામન્ય રીતે ઘરમાં સાંભળતા હોઈએ છે કે ઘરની બહાર ના જઈશ.અને મહિલાઓ તો બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળે છે અને ઘરના અન્ય સભ્યો ને પણ ઘરની બહાર નીકળવા દેતા નથી.આવા સંજોગોમાં આરોગ્ય, પોલીસ કે પછી પાલિકા સાથે સંકડાયેલા અને જિલ્લા પુરવઠા સાથે સંકળાયેલી મહિલાઓ અનેક સાવચેતી રાખી લોકોને ઘરમાં રહેવા સમજાવે છે ત્યારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સરકારી ગોડાઉન ના મેનેજર વનિતાબેન
    રાઠોડ ૯ માસ નો ગર્ભ હોવા છતાં પણ કોરોના ની મહામારી સામે ગરીબોને અનાજ નો જથ્થો દુકાનદાર સુધી સમય સર મળી રહે તે માટે ટિમ સાથે નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે સરાહનીય એવી કર્તવ્ય નિષ્ઠા વાહક પેટલાદ સરકારી અનાજ ના ગોડાઉન મેનેજર વનિતા બેન રાઠોડ કે હાલમાં કોરોના ની વૈશ્વિક મહામારી ચાલે છે.અને તેઓની સગર્ભા પરિસ્થિતિ ને ધ્યાને લઈને તેઓને રજા મળે તેમ હોવા છતા  એક પણ રજા ન ભોગવીને સરકાર તરફ થી જે ગરીબો ને અનાજ નો પુરવઠો આપવામાં આવ્યો છે તે અનાજ દરેક દુકાનદાર સુધી પહોંચે અને સાચા લાભાર્થી ને મળી રહે સાથે પૂરતો જથ્થો મળે તેની ખાસ તકેદારી રાખી ગોડાઉન માં ખડે પગે રહી ને ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેમના સગર્ભા ના અંતિમ
    દિવસો હોવા છતાં પણ તેઓ ફરજ ની મહત્વતા સાથે કર્તવ્ય ને ધ્યાને રાખી કામગીરી અદા કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
apply