કોરોનાની મહામારીમાં અમરેલીની આ સંસ્થા આપે છે એમ્બ્યુલન્સ અને શબવાહીનીની સેવા
Live TV
-
અમરેલીના સ્વ.મનુભાઈ બાવળાના સ્મરણાર્થે એમ્બ્યુલન્સ અને શબવાહીની આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં મોકલવામાં આવે છે.
મહામારીના સમયગાળામાં જ્યારે એમ્બ્યુલન્સ અને શબવાહીની મળવી મુશ્કેલ છે, ત્યારે અમરેલીના સ્વ.મનુભાઈ બાવળાના સ્મરણાર્થે એમ્બ્યુલન્સ અને શબવાહીની આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં મોકલવામાં આવે છે. આ કામ સેવાભાવી ધર્મેશભાઇ વાળા કરી રહ્યા છે. આસપાસના પંથકમાં રહેતી કોઇપણ જરૂરતમંદ વ્યક્તિ ફોન કરે તો તેમને તાત્કાલિક ગાડી મોકલવામાં આવી રહી છે અને તે પણ નિ:શુલ્ક દરે. કોરોનાકાળમાં લોકોને તકલીફ પડી રહી છે ત્યારે આ સેવા સામાન્ય માનવીને ખૂબ જ ઉપયોગી થઇ રહી છે.
