કોરોનાની મહામારીમાં નિઃશુલ્ક ટિફિન સેવા આપતી નડિયાદની આ સંસ્થા
Live TV
-
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ જય માનવસેવા પરિવારના મનુભાઇ જોશી ઘણા વર્ષોથી મફત રોજના એક હજાર જેટલા ટિફિન આવા વૃદ્ધો, તકલીફ વાળા કુટુંબો, ઘરવિહોણા વ્યક્તિઓ, અને ખાસ કરીને કોવીડ ની પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ વારા પરિવારને ઘેર જ્યાં કોઈ ભોજન આપનાર નથી એવા પરિવારને ટિફિન પહોંચાડવાનું કામ આ પરિવાર કરી રહ્યું છે.
હાલમાં કોરોના મહામારી વચ્ચે અનેક વૃદ્ધો એ પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. તો કેટલાક અનેક વિષમ પરિસ્થિતિઓને કારણે પોતાનું ઘર છોડીને કોઈક ઓટલા ઉપર પોતાનું જીવન ગુજારે છે. આ પરિસ્થિતિમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ જય માનવસેવા પરિવારના મનુભાઇ જોશી ઘણા વર્ષોથી મફત રોજના એક હજાર જેટલા ટિફિન આવા વૃદ્ધો, તકલીફ વાળા કુટુંબો, ઘરવિહોણા વ્યક્તિઓ, અને ખાસ કરીને કોવીડ ની પરિસ્થિતિમાં કોરોના પોઝિટિવ વારા પરિવારને ઘેર જ્યાં કોઈ ભોજન આપનાર નથી એવા પરિવારને ટિફિન પહોંચાડવાનું કામ આ પરિવાર કરી રહ્યું છે. ટિફિન સેવા કરતા નડિયાદ શહેરના માણેક ચોક વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી , અમદાવાદથી નડિયાદ આવી ગયા હતા અને બે વર્ષથી બંને વૃદ્ધ વ્યક્તિઓ ઓટલાં ને જ પોતાનું ઘર બનાવી દીધું હતું. અને રોજ માનવસેવા પરિવાર ની ગાડી તેમને ટિફિન આપવા આવતી, સતત બે વર્ષથી ટિફિન આપતા મનુભાઈ જોશીએ વૃદ્ધ દંપતિની પરિસ્થિતિનો તાગ મેળવ્યો, અને નક્કી કર્યું આવા દંપતીને પોતાના ઘરે બોલાવવા, અને તાજેતરમાં આ બંને વૃદ્ધ દંપતીને પોતાના માતા-પિતા માની પોતાને ઘરે લાવી અને રાખવાનું શરૂ કર્યું. આ પરિસ્થિતિ જોઈ તેમને વિચાર્યું આવા કેટલા વૃદ્ધ દંપતીઓ, કેવી રીતે જીવતા હસે..? તુરત જ તેમને બીજી સેવા સ્વીકારી પોતાના ઘરની થોડેક જ દૂર એક ઘર ભાડે લઈ ત્યાં આવા અનાથ, અશક્ત વૃદ્ધોને રાખવાની જગ્યા એટલે દિકરાનું ઘર નામ આપી. વૃદ્ધ આશ્રમ શરૂ કર્યો. આવી પરિસ્થિતિમાં પણ દસ વૃદ્ધોને સહારો આપી રહ્યું છે. તે પણ તદ્દન નિશુલ્ક, તમામ વ્યવસ્થાઓ સાથે. અશક્ત વૃદ્ધો માટે સ્વયંસેવકો કાર્યરત છે. સલામ છે .આવા દીકરાના ઘરને... અને મનુભાઈ જોશી ને..
