કોરોના મહામારી વચ્ચે અદભૂત સેવા, સારથી ફાઉન્ડેશને પૂર્વ અમદાવાદમાં 1000થી વધુ સોસાયટીઓ સેનેટાઈઝ કરી
Live TV
-
નિકોલ,કઠવાડા,વસ્ત્રાલ,ઓઢવ,નરોડા વિસ્તારમાં વિનામૂલ્યે સેનેટાઈઝેશનની કામગીરી કરનાર સારથી ફાઉન્ડેશનની ટીમને રહિશોએ આપ્યા અભિનંદન
વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર તેમજ આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી વાયરસના સંક્રમણથી બચાવવા અથાગ પ્રયાસ કરી રહી છે. આવી કપરી સ્થિતિમાં કોરોના વાયરસથી બચાવવા સામાજિક સંસ્થા અને સેવાભાવી સંઘ પણ લોકોની મદદ કરવા આગળ આવી રહ્યા છે. અમદાવાદના કઠવાડામાં આવેલ સારથી ફાઉન્ડેશન લોકડાઉન તયુ ત્યારથી જ વિનામૂલ્યે સોસાયટીઓ સેનેાઈઝ કરી રહિશોને કોરોનાથી બચાવવા અભિયાન શરૂ કર્યુ હતુ..
સારથી ફાઉન્ડેશનના પ્રમુખ મયુરભાઈ પટેલ અને તેમની ટીમ છેલ્લા 50 દિવસોથી કોરોનાથી લોકોને બચાવવા અને શ્રમિકોની ભૂખ ભાંગવા માટે અથાગ પ્રયાસ કરી રહી છે..જેના ભાગ રૂપે સારથી ફાઉન્ડેશન દ્વારા પૂર્વ અમદાવાદ કે જ્યાં કોરોના સંક્રમણના કેસો પણ વધારે છે એવા વિસ્તારોમાં લોકોને બચાવવા સોસાયટીઓને સેનેટાઈઝ કરી રહી છે..એટલુ જ નહી આ ફાઉન્ડેશન દ્વારા હજારો શ્રમિકો કે જેઓ પરપ્રાંતીયો છે અને ફસાયેલા છે તેવા લોકોની ભૂખ ભાંગવા માટે ભોજનની સેવા પૂરી પાડી પુણ્યનું ભાથુ બાંધી રહી છે..
આજરોજ પૂર્વ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કુલ 25 સોસાયટીઓને સેનેટાઈઝ કરી હતી..ઓઢવની કહાન રેસીડેન્સીમાં સેનેટાઈઝ કરવા ગયેલ ટીમને સોસાયટીના રહિશોએ ભવ્ય આવકાર આપી કોરોના વોરિયર્સ તરીકે તેમની કામગીરીને બિરદાવી તાળીઓથી વધાવી લીધા હતા..સંસ્થા પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં એક ફોનના માધ્યમથી અત્યાર સુધીમાં 1000થી વધુ સોસાયટીઓને સેનેટાઈઝ કરી ચૂકી છે..
સંસ્થાના અગ્રણી મયુરભાઈના જણાવ્યા પ્રમાણે લોકડાઉન શરૂ થયું ત્યારે સંસ્થાના લોકો નિકોલ અને વસ્ત્રાલની સોસાયટીઓમાં જઈને રોટલીઓ ઉઘરાવતા હતા અને શાક સંસ્થાના લોકો બનાવી આ શાક રોટલી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા હતા. તેમની આ ઉમદા કામગીરી જોઈને કેટલાક લોકોએ ફંડ પૂરું પડતા સોસાયટી ઓને સફાઇ કરવાનો વિચાર સંસ્થાના અગ્રણીઓને આવ્યો. સંસ્થાના મંત્રી અંકિત પંચાલે જણાવ્યુ હતુ કે અમારી સેવાની કામગીરીને લોકો ખૂબ જ બિરદાવી રહ્યા છે..જેથી અમારૂ મનોબળ વધુ મજબૂત બની જાય છે..
કહાન રેસીડેન્સીના સેક્રેટરી મહેશભાઈ બારોટે જણાવ્યુ હતુ કે સારથી ફાઉન્ડેશનની ટીમ કોરોના મહામારી વચ્ચે લોકો માટે સેવાભાવથી કાર્ય કરી રહી છે તેને અમે અભિનંદન આપીએ છીએ..આ સેવાભાવને અમે ભૂલી શકીએ તેમ નથી..તો કહાન રેસીડેન્સીના સુરેન્દ્ર મિશ્રાએ જણાવ્યુ હતુ કે સોસાયટી વિનામૂલ્યે સેનેટાઈઝ કરવી એ પણ આવા કપરા સમયમાં આ સેવા સરાહનીય છે..અમે આ ટીમને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકીએ તે માટે સેવા આપવાની તત્પરતા બતાવી હતી..
