Skip to main content
Settings Settings for Dark

સલામ છે આ મોરબીની આ નર્સને, પ્રેગ્નન્ટ હોવા છતાં કોરોના સંકટ વચ્ચે કરે છે દર્દીઓની સેવા

Live TV

X
  • મોરબીના વીસીપરામાં રહેતી એક નર્સ દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી છે. મોરબી આરોગ્ય કેન્દ્રમા્ં કાર્યરત નર્સ પૂનમ જોષીને સાત માસનો ગર્ભ છે. તેમ છતાં પણ તેઓ દર્દીઓની સતત સેવા કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે આરાષ્ટ્રસેવા છે અને તેને નિભાવીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાકમાં કોરોના વાઇરસના 324 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ કેસોનો આંકડો 9592 પર પહોંચી ગયો છે. છેલ્લા ચોવિસ કલાકમાં 20 દર્દીઓના મોત થયા છે. 

    જ્યારે 191 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 265 કેસ નોંધાયા હતા. તો વડોદરામાં 13, સુરતમાં 16 કેસ નોંધાયા છે. આ અંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જ્યંતિ રવિએ વધુ માહિતી આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply