Skip to main content
Settings Settings for Dark

ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ માટે પ્રેરણા સ્રોત રહેલા કોણ હતા સચિન્દ્રનાથ સન્યાલ ? જાણો આ અહેવાલમાં

Live TV

X
  • હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોસિએશન (HRA)ના સહ-સ્થાપક હતા

    સચિન્દ્રનાથ સન્યાલ કે જેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)ના સહ-સ્થાપક હતા અને ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા મહાન વ્યક્તિઓને માર્ગદર્શન આપતા હતા.
    બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર લડત આપવા હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોસિએશનના સહ-સ્થાપક સચિન્દ્રનાથ સન્યાલની આજે 80મી પુણ્યિતીથી છે. સચિન્દ્રનાથ સન્યાલ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ માટે પ્રેરણા સ્રોત હતા. બ્રિટિશ સરકારે કાકોરી ષડયંત્રમાં સંડોવણીના આરોપસર સચિન્દ્ર સન્યાલને સેલ્યુલર જેલમાં કેદકર્યા હતા. વર્ષ 1942માં આજના દિવસે તેમનું અવસાન થયું હતું.

    સચિન્દ્ર નાથ સાન્યાલના માતા-પિતા બંગાળી બ્રાહ્મણ હતા. તેમના પિતા હરિનાથ સાન્યાલ અને માતા ખેરોદ વાસિની દેવી હતા. તેમનો જન્મ 3 એપ્રિલ 1890ના રોજ બનારસમાં થયો હતો, તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. 

    સચિન્દ્ર નાથ સન્યાલ ગદર ષડયંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા અને ફેબ્રુઆરી 1915માં તેનો પર્દાફાશ થયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તેઓ રાસ બિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ભાગી ગયા પછી, સન્યાલને ભારતના ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા ગણવામાં આવતા હતા.

    સન્યાલને ષડયંત્રમાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અને તેને આંદમાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે બંદી જીવન (અ લાઇફ ઑફ કેપ્ટિવિટી, 1922) નામનું પુસ્તક લખ્યું હતું. તેમને થોડા સમય માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવાનું ચાલુ રાખ્યું માટે તેમને ફરી પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને બનારસમાં તેમના પૈતૃક કુટુંબનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું.

    1922માં અસહકાર ચળવળના અંત પછી, સન્યાલ, રામ પ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ કે જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને તેમના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બળનો ઉપયોગ કરવા તૈયાર કરતા હતા, કહી શકાય કે માર્ગદર્શન આપતા હતા. તેમણે ઓક્ટોબર 1924માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કરી. તેઓ ધ રિવોલ્યુશનરી નામના HRA મેનિફેસ્ટોના લેખક હતા, જેનું 1 જાન્યુઆરી 1925ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

    કાકોરી કાવતરામાં સંડોવણી બદલ સન્યાલને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હોવાનું અનોખું ગૌરવ છે. 7 ફેબ્રુઆરી 1942ના રોજ તેમનું અવસાન થયું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply