ખેડા: વાલ્લા ગામના શિક્ષકે કોરોના રસીકરણ અંગે જાગૃતિ કેળવવા ચલાવ્યું અનોખું અભિયાન
Live TV
-
ખેડાના નડિયાદ તાલુકામાં સ્થિત વાલ્લા ગામના શિક્ષકે કોરોના તેમજ કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વલ્લા ગામના શિક્ષક હિતેશ બ્રહ્યભટે કોરોના રસીકરણ અંગેની જાગૃત્તિ ફેલાવવા માટે આશરે 51 જેટલા પ્રેરક સૂત્રોની ૨ચના કરી હતી. આ ઉપરાંત શિક્ષક દ્વારા માસ્ક વિતરણ, સેનિટાઇઝર વિતરણ, આયુર્વેદિક ઉકાળા, આરોગ્ય કિટ, કોરોના જાગૃતિ માટેની વિશાળ રંગોળીઓ તેમજ વોલ પેઇન્ટિંગ દ્વારા અનેક પ્રકારે જન જાગૃત્તિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ શિક્ષક દ્વારા સ્વખર્ચે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના રસીકરણ મામલે લોકોમાં જે ડર અને અફવા ફેલાઈ છે, તે દુર થાય તે હેતુસર આ શિક્ષક દ્વારા આ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
