વિવિધ 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ જીટીયુ સંલગ્ન કૉલેજોમાં મેળવ્યો પ્રવેશ
Live TV
-
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું બહુમાન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU ના ફાળે જાય છે. છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સમગ્ર રાજ્ય તેમજ દેશ-વિદેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે GTU કાર્યરત છે. વર્ષ-2013 થી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે GTU રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણીક વર્ષમાં GTU માં વિવિધ 44 દેશોના આશરે 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જયારે અત્યાર સુધીમાં આશરે 56 દેશના 1 હજાર 636થી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે.
આ સંદર્ભે GTU ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર GTU હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે GTUમાં પ્રવેશ મેળવવો આ પ્રથમ પસંદગી છે.
